Friday 3 August 2018

Diploma in Yoga


વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા શરૂ છે.  સંપર્ક કરો
હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર
વીતરાગ વિજ્ઞાન ચેરિટેબલ રિસર્ચ ફાઉન્ડેશન
મહાવિદેહ તીર્થધામ પાસે, કામરેજ ચાર રસ્તા, સુરત ૩૯૪૧૮૫
Email: hsrcsurat@gmail.com  
ટેલિફોન: ૦૨૬૨૧-૨૫૦૭૫૦, સોહિણી શાહ (૯૫૭૪૮૧૯૭૧૭)

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત  
૧૬૦ કલાકનો પાર્ટટાઈમ કોર્સ ડિપ્લોમા ઈન યોગમાં પ્રવેશ અંગેની માહિતી

પ્રવેશ પ્રક્રિયા : તા. ૧૨મી ઑગસ્ટ, ૨૦૧૮ સુધી.



1.     વર્ષ ૨૦૧૮-૧૯ માટેનું શૈક્ષણિક સત્ર ઑગસ્ટ ૨૦૧૮ થી શરૂ થશે.
2.     ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થી કે સમકક્ષ તેમજ સ્નાતક કે અનુસ્નાતક કોઈપણ વિદ્યાશાખાનો વિદ્યાર્થી ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવી શકશે.
3.     શૈક્ષણિક વર્ષ દરમ્યાન ડિપ્લોમા કોર્સમાં પ્રેક્ટિકલ વર્ગો સહિત કુલ ૧૬૦ કલાકના વર્ગોનું આયોજન થશે.
4.     ડિપ્લોમા પરીક્ષાનું આયોજન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રોગ્રામ મુજબ સમગ્ર ગુજરાતમાં એક સાથે થશે.
5.     દરેક વિદ્યાર્થીને યુનિવર્સિટીમાં નરોલમેન્ટ નંબર મળ્યા પછી પ્રવેશ માન્ય ગણાશે.
6.     ડિપ્લોમા ઈન યોગની ફીનું ધોરણ યુનિવર્સિટી ધારાધોરણ મુજબ પ્રવેશ ફી ૨૦૦૦ રૂપિયા રહેશે.
7.     આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની કોઈ વય મર્યાદા રહેશે નહીં.
8.     કોઈપણ પ્રકારની વિસંગતતા બાબતે યુનિવર્સિટીનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.
9.     યોગના વર્ગોનું શનિવાર, રવિવાર તથા જાહેર રજાના દિવસે આયોજન કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને અન્ય દરેક વ્યક્તિ આ યોગ ક્લાસના લાભ લઈ શકે.   
10.   યોગ કલાસમાં ફક્ત ૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેથી વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ મેળવી લેવા વિનંતી છે. .

No comments:

Post a Comment